અમેરિકામાં આવતીકાલે 47મા રાષ્ટ્રપ્રમુખ પદ માટે મતદાન થશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષના નેતા કમલા હેરિસ વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે. બંને ઉમેદવારોએ મતદારોને જીતવા માટે કોઈ કસર છોડી નથી. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ કોલેજ વોટની જરૂર હોય છે અને એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા રાજ્યોમાં થનારું મતદાન નિર્ણાયક સાબિત થશે.
રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે કિન્સ્ટન, નોર્થ કેરોલિનામાં રેલી કાઢી હતી અને તેમના પ્રતિસ્પર્ધી ઉપપ્રમુખ કમલા હેરિસ પાસે કોઈ વિઝન નહીં હોવાનું કહીને તેમને નિશાન બનાવ્યા હતા. તો ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હેરિસે મિશિગનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે કહ્યું હતું.
Site Admin | નવેમ્બર 4, 2024 2:50 પી એમ(PM)