અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. મુખ્ય ધિરાણ દર શૂન્ય પૂર્ણાંક પાંચ ટકાના ઘટાડા સાથે 4.75થી 5 ટકાની વચ્ચે આવી ગયો છે, જે અગાઉ 5.25 ટકાથી 5.5 ટકા હતો જે અમેરિકાના છેલ્લાં 23 વર્ષોમાં સૌથી ઊંચો વ્યાજદર હતો..
ફેડરલ રિઝર્વ બેન્કના અધ્યક્ષ જેરોમ પૉવેલે કહ્યું કે, ઘટતા ફૂગાવા અને બેરોજગારી બજારની વધતી ચિંતાઓ વચ્ચે આ પગલું ઘણું જરૂરી હતું. દરમાં ઘટાડો કરવાથી અમેરિકામાં ધિરાણ ધારકોને રાહત મળવાની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 2:13 પી એમ(PM)
અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો
