અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ ઉપ રાષ્ટ્ર્પતિ કમલા હેરિસને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ કોઈ મોટા રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર થનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. પક્ષના નિવેદન અનુસાર, 99 ટકા પ્રતિનિધિઓએ હેરિસની ઉમેદવારીની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમની વરણી બાદ હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને ઉપ-રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટ્યા છે. ડેમોક્રેટિક નેતાઓ દ્વારા પાંચ દિવસ સુધી ચાલનારી ઓનલાઇન મતદાનની પ્રક્રિયાના અંતે હેરિસની ઉમેદવારીનો સત્તાવાર રીતે સ્વીકાર થયો છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 11:19 એ એમ (AM)