અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ શ્રી બ્લિન્કનનો પશ્ચિમ એશિયાનો આ નવમો પ્રવાસ છે. તેઓ કાહિરા ખાતે યોજાનારી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ શાંતિ વાર્તા પર પણ નજર રાખશે.
ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યા મુજબ, શ્રી બ્લિન્કન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઇશાક હરજોગ, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવે ગેલેન્ટ સાથે પણ મુલાકાત કરશે.