અમેરિકાના વિદેશમંત્રીએન્ટની બ્લિન્કને બહુઉદ્દેશીય એમએચ-60 આર સી-હોક હેલિકોપ્ટર માટે પાંચ કરોડ 28 લાખડોલરનાં અંદાજિત ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસ અને સંબંધિત ઉપકરણોનાંભારતને સંભવિત વેચાણને મંજૂરી આપી છે. સંરક્ષણ સલામતીસહકાર એજન્સીએ જરૂરી પ્રમાણપત્ર જારી કરીને ગઈ કાલે અમેરિકન કોંગ્રેસને અધિસૂચિત કરીહતી. આ સૂચિત વેચાણથી ભારત-અમેરિકા વચ્ચેનાં વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધો વધુ મજબૂતબનશે. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકા દળે આ વર્ષે માર્ચમાં તેનાં કાફલામાં એમએચ-60 આરહેલિકોપ્ટર્સને સામેલ કર્યા હતા. સંરક્ષણ મંત્રીરાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસનાં બીજા દિવસે વોશિંગ્ટન ડીસીનાં પેન્ટાગોનમાં અમેરિકનસંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટીન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. બંને નેતાઓએ સંરક્ષણ અને ઔદ્યોગિકસહયોગ, પ્રાદેશિક સલામતીઅને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. બંને મંત્રીઓએ ભારત-અમેરિકા વચ્ચેપૂરવઠા સલામતી સમજૂતિ-SOSA અંગે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી સિંહે કહ્યુંકે ભારત ક્ષમતા નિર્માણ, કાયમી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે. સંરક્ષણ મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીયસુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:57 પી એમ(PM)