અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આગમાં તેર હજારથી વધુ મકાનો નાશ પામ્યા છે અને એક લાખથી વધુ લોકોને વિસ્તાર ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે.
દરમિયાન, કેલિફોર્નિયાના ગવર્નરે જળ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદની તપાસનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, એક મહત્વપૂર્ણ જળાશય બંધ હોવાથી અગ્નિશામકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મંગળવારે લોસ એન્જલસમાં શરૂ થયેલી આગ મહિનાઓ સુધી ચાલુ રહેવાની ધારણા છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:17 પી એમ(PM)