અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળના પહેલા દિવસે જ 80 જેટલા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા મૅક્સિકૉને અડીને આવેલી અમેરિકાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની છે. તેમણે કહ્યું કે, દરેક પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીને તાત્કાલિક રોકવામાં આવશે. તેમજ લાખો અજાણ્યા ગુનેગારોને તેમની મૂળ જગ્યાએ પરત મોકલવાનું કામ પણ શરૂ કરાશે.ટ્રમ્પે એક મુખ્ય આદેશમાં વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO માંથી ખસી જવાનો આદેશ આપ્યો છે, જેમાં તેમણે WHO પર અમેરિકા પાસેથી અન્યાયી રીતે ભારે ચૂકવણીની માગનો પણ આક્ષેપ કર્યો છે. ટ્રમ્પે કહ્યું, તેઓ સરહદ પર સૈનિકોની તાત્કાલિક તહેનાતીનો પણ આદેશ જાહેર કરે છે. તેમણે ઉમેર્યું, પહેલા દિવસે જાહેર કરાયેલા આદેશમાં ઇમિગ્રેશન પર પ્રતિબંધ, અશ્મિભૂત ઈંધણના ઉત્પાદનમાં વૃદ્ધિ અને આબોહવા સંબંધિત તે નિયમોને પરત લેવા પણ સામેલ છે, જેને વર્ષ 2021ની પેરિસ જળવાયુ સંધિના નામે ઓળખવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે અમેરિકાને WHOમાંથી બહાર કરવા સહિતનાં 80 જેટલાં આદેશ પસાર કર્યા
