અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને યુક્રેનને રશિયામાં હુમલો કરવા માટે અમેરિકામાં બનેલી મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ નિર્ણયની ઔપચારિક જાહેરાત નથી કરવામાં આવી. બીજી તરફ જર્મનીઅને પૉલેન્ડ સહિત યુરોપીયન નેતાઓએ બાઈડનના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે કહ્યું કે, ‘અમેરિકા પોતાના આ નિર્ણયથી તણાવ વધારી રહી છે.’ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આગામી વર્ષ 20 જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે. તેના 2 મહિના પહેલાં જ વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને આ નિર્ણય કર્યો છે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:53 પી એમ(PM)