ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 2:22 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજય બાદના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો

અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અમેરિકાની ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર ટ્રમ્પ 277 ઇલેકટ્રોલ વોટમાં આગળ છે. જીત બાદના સંબોધનમાં ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનો તમામ સમય અમેરિકા માટે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ રાજ્યોમાં જીત 23 સુનિશ્ચિત કરી છે, જેમાંથી છ સ્વીંગ રાજ્યો સામેલ છે 2020ની ચૂંટણીમાં જ્યોર્જિયામાં જીત હાંસલ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં પણ 16 ઇલેટ્રોલ મત મળ્યા છે.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટેની વિશેષ પ્રક્રિયા છે, જેને ઇલેક્ટ્રોલ કૉલેજ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 538 ઇલેક્ટ્રોલ કૉલેજમાં 270 કે તેથી વધુ મત જરૂરી છે. જે ઉમેદવારના મતોની સંખ્યા 270 સુધી પહોચી જશે, તેમને ચૂંટાયાલા જાહેર કરવામાં આવશે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખનો ચાર વર્ષનો કાર્યકાળ 20મી જાન્યુઆરીથી શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ