અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતાં વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન બંને નેતાઓ વચ્ચે આ બીજી મંત્રણા હશે. ફેબ્રુઆરીમાં તેમની અગાઉની વાતચીતમાં, ટ્રમ્પ અને પુતિન યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના હેતુથી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો શરૂ કરવા સંમત થયા હતા.
Site Admin | માર્ચ 17, 2025 6:30 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે
