અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા હન્ટર બાઈડેને વર્ષ 2016થી 2019 દરમિયાન 10 લાખ 40 હજાર ડૉલરનો આવકવેરો જાણી જોઈને ન આપવાના આરોપનો ઇનકાર કર્યો હતો.
માધ્યમોના જણાવ્યા મુજબ, ન્યાયાધીશ માર્ક સ્કાર્સીએ કહ્યું, હન્ટર બાઈડેનને વધુને વધુ 15 વર્ષની કેદ અને 5 થી 10 લાખ ડૉલર સુધીનો દંડ થશે. આગામી 16 ડિસેમ્બરે હન્ટર બાઈડેનની સજા શરૂ થશે.
ત્રણ મહિના પહેલા હન્ટર બાઈડન બંદૂક રાખવા અને માદક દવાઓના ઉપયોગ સંબંધિત આરોપોના એક અલગ કેસમાં દોષી જાહેર થયા હતા. જોકે, અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખના પુત્રને દોષી જાહેર કરાયા હોવાની આ પહેલી ઘટના છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 2:34 પી એમ(PM) | અમેરિકા | જૉ બાઈડેન