અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ વાટાઘાટો પર લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ, ઇરાનના સશસ્ત્ર દળોએ યુએસના લક્ષ્યો પર હુમલો કરવા મિસાઇલોને તૈયાર કરી છે. એક અહેવાલ અનુસાર ઘણી મિસાઈલો ભૂગર્ભમાં છે, જે હવાઈ હુમલાનો સામનો કરવા માટે સજજ છે.
અગાઉ, ગઈકાલે એક ખાનગી મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર વોશિંગ્ટન સાથે સમજૂતી કરવામાં નિષ્ફળ જશે તો તેને બોમ્બ ધડાકા અને ટેરિફનો સામનો કરવો પડી શકે છે. જો કે, ઈરાને વર્તમાન સંજોગોમાં સીધી વાટાઘાટોમાં જોડાવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે આક્રમણના કોઈપણ કૃત્યનો જવાબ આપવા તૈયાર છે.
Site Admin | માર્ચ 31, 2025 2:13 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઇરાનના સશસ્ત્ર દળોએ યુએસના લક્ષ્યો પર હુમલો કરવા મિસાઇલોને તૈયાર કરી
