અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતાં રાષ્ટ્રપતિ પદ માટે ઘણા વધુ સજ્જ છે. આ પોડકાસ્ટમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો વિશે વિસ્તૃત વાત કરી હતી.. શ્રી મોદીએ અમેરિકા પ્રત્યેની તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. ત્રણ કલાકથી વધુ ચાલેલી વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે તેઓ અને ટ્રમ્પ બંને પોતાના દેશને પ્રાથમિકતા આપતા હોવાને કારણે પરસ્પર સારી રીતે સંકળાયેલા છે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બિડેનના રાષ્ટ્રપતિ પદના સમયગાળા દરમિયાન રિપબ્લિકન નેતા એવા ટ્રમ્પ સાથે તેમનો પરસ્પર વિશ્વાસ અટલ રહ્યો હતો.
Site Admin | માર્ચ 17, 2025 6:35 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો
