ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત કહી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરિયાદ કરી હતી કે યુક્રેન રિયાધમાં અમેરિકા અને રશિયન રાજદ્વારીઓ વચ્ચેની વાટાઘાટોનો ભાગ નથી અને યુક્રેન તેની ભાગીદારી વિના થયેલા કોઈપણ શાંતિ કરારને સ્વીકારશે નહીં, ત્યારબાદ અમેરિકા તરફથી આ ચેતવણી આપવામાં આવી છે.
ઝેલેન્સકીએ કિવમાં પત્રકારોને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને સાચી માહિતીની જાણ નથી ત્યારબાદ બંને ટોચના નેતાઓ વચ્ચે તણાવ ત્યારે વધુ વધી ગયો છે. અગાઉ, શ્રી ટ્રમ્પે યુક્રેન પર યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મંગળવારે, રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળોએ યુદ્ધનો અંત લાવવા પર લાંબી ચર્ચા કરી. અમેરિકી વિદેશ મંત્રી એ કહ્યું કે રશિયા યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવા માટે તૈયાર છે. શ્રી લાવરોવે આ વાટાઘાટોને ઉપયોગી ગણાવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ