અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા યુદ્ધગ્રસ્ત ગાઝાપટ્ટી પર કબજો મેળવવા અને તેનો આર્થિક વિકાસ કરવાની યોજના ધરાવે છે.આજે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાતે આવેલા ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં,ટ્રમ્પે કહ્યું, સ્થળ પરના બધા જોખમી ન ફૂટેલા વિસ્ફોટક અને અન્ય શસ્ત્રોને અમેરિકા તોડી પાડશે.ટ્રમ્પે ઉમેર્યુ, તેઓ આ વિસ્તારમાં રોજગારીની તક ઉભી કરશે અને કાટમાળ હટાવીને માળખાગત વિકાસ કરીને રહેઠાણોનું નિર્માણ પણ કરશે.ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન તેમની મુલાકાત લેનારા પ્રથમ નેતા છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 2:09 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં રોજગારીની તકો પૂરી પાડીને તેનો આર્થિક વિકાસ કરવાની તૈયારી દર્શાવી
