અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર નવા યુએસ પ્રતિબંધો અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રએ રશિયાની આવક ઘટાડવા માટે મોટા પ્રતિબંધો લાદ્યા છે. વ્હાઇટ હાઉસના આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે કહ્યું કે આ પ્રતિબંધની સૌથી મોટી અસર રશિયાના ઉર્જા ક્ષેત્ર પર પડશે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:32 પી એમ(PM)