અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિની હવે પછીની ચર્ચાઓમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે. ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ટ્રમ્પે ફિલાડેલ્ફિયામાં તાજેતરમાં કમલા હેરિસ સાથે થયેલી પ્રારંભિક ચર્ચામાં વિજયનો દાવો કર્યો હતો અને હેરિસ પર મોટાં ન્યૂઝ નેટવર્ક તરફથી આમંત્રણો ટાળવાનો આરોપ મૂક્યો હતો.
જોકે કમલા હેરિસે વધુ ચર્ચાઓ માટે હાકલ કરતા જણાવ્યું કે મતદારો ચર્ચાઓ ચાલુ રાખવાની તરફેણમાં છે. એક સર્વે દર્શાવે છે કે 63% ચર્ચા નિરીક્ષકોને લાગ્યું કે હેરિસ વધુ સારું પ્રદર્શન કરે છે. વિશ્લેષણ પ્રમાણે, હેરિસના પ્રદર્શનથી ડેમોક્રેટિક પક્ષના મતદારોમાં ઉત્સાહ છે, જ્યારે રિપબ્લિકન્સે ચર્ચામાં કરાયેલા પ્રશ્નો અને ટ્રમ્પના વ્યૂહાત્મક અભિગમની ટીકા કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 9:37 એ એમ (AM) | રાષ્ટ્રપતિ