ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 2:56 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પે

printer

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ મળેલા લોકોના સમર્થન અંગે તેમણએ લોકોને આભાર માન્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુખે કહ્યું કે, તેમનો સંકલ્પ અતૂટ છે અને તેઓ અમેરિકન લોકોને સેવા કરતી સરકાર આપવા પ્રતિબદ્ધ છે.
શ્રી ટ્રમ્પ આજે વિસ્કોન્સિનમાં મિલવૌકી ખાતે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સંબોધન કર્યુ હતું. ત્રીજી વખત રાષ્ટ્રપતિ માટે રિપબ્લિકન નોમિનેશનને ઔપચારિક રીતે સ્વીકાર્યા પછી તેમણે આ સંબોધન કર્યુ હતું. યુએસ પ્રમુખપદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે.
તેમની હત્યાના નિષ્ફળ પ્રયાસ પછી તેમના પ્રથમ ભાષણમાં, રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે કહ્યું કે તેઓ આત્મવિશ્વાસ, શક્તિ અને આશાના સંદેશ સાથે અમેરિકનો સમક્ષ ઉભા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ