અમેરિકાના પ્રમુખપદે ચૂંટ઼ાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ બેઠક સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે યોજાશે.
સામાન્ય રીતે નવા ચૂંટાયેલા અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની આ બેઠક અમેરિકામાં સત્તાના શાંતિપૂર્ણ સ્થળાંતરને ચિહ્નિત કરવા માટે મહત્વની માનવામાં આવે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી બાદ જો બાઇડન સાથે આવી કોઈ બેઠક કરી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પ20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર પ્રમુખનું પદ સંભાળશે. બીજી વાર રાષ્ટ્ર પ્રમુખ બનનારા તેઓ અમેરિકાના બીજા નેતા છે.