અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા. પેન્સિલવેલિયામાં એક ચૂંટણીસભા દરમિયાન અજાણ્યા શખ્સે તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે. સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા બંદૂકધારીને ઠાર માર્યો હતો. હુમલા દરમિયાન ટ્રમ્પના કાનના ઉપરના ભાગે ઈજા થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પ હાલ સુરક્ષિત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં ગૃપ્ત સેવા અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે નિવેદનમાં કહ્યું છે કે એક ગોળી તેમના કાનના ઉપરના ભાગે અઁથડાઈને નીકળી ગઈ.
રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટનાની નિંદા કરી હતી અને ટ્રમ્પના સુરક્ષિત બચાવ માટે ગુપ્ત સેવા અધિકારીઓની પ્રશંસા કરી હતી.
Site Admin | જુલાઇ 14, 2024 8:32 પી એમ(PM)