અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ અમેરિકામાં પાત્રતા ધરાવતાં વ્યાવસાયિકોને કામ કરવા માટેનાં H-1B વિઝા પ્રોગ્રામમાં વિશ્વાસ ધરાવે છે અને તેનાં વિરોધી નથી. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે H-1B બહુ સારો વિઝા પ્રોગ્રામ છે. તેમણે કહ્યું કે, વિઝા મને ગામે છે અને હું હંમેશા વિઝાની તરફેણમાં રહ્યો છું અને મેં પણ મારી સંસ્થાઓમાં અનેક વાર તેનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્ર્મ્પે ઇમિગ્રેશન સિસ્ટમને ગુણવત્તા આધારિત બનાવવાની તરફેણ કરી છે અને ઉમેદવારના શિક્ષણ અને રોજગારલક્ષી પાત્રતાને ધ્યાનમાં લેતા કેનેડા કે ઓસ્ટ્રિલાય જેવી પોઇન્ટ સિસ્ટમ અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો ઉઠાવે છે. ગયા વર્ષે કુલ H-1B વિઝામાં ભારતીયોનો હિસ્સો 72.3 ટકા હતો.
Site Admin | ડિસેમ્બર 29, 2024 2:05 પી એમ(PM)