અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. શ્રી ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો 10 ટકા કર લાદવામાં આવશે.
દરમિયાન, અર્થશાસ્ત્રીઓએ આ કર દેશમાં ફુગાવો વધારી શકે અને આર્થિક પ્રગતિને નુકસાન પહોંચાડી શકે છે તેવી ચેતવણી આપી છે. શ્રી ટ્રમ્પે પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેઓ યુએસ હિતોના રક્ષણ અને પ્રોત્સાહન માટે ટેરિફનો ઉપયોગ કરશે.
Site Admin | નવેમ્બર 26, 2024 3:49 પી એમ(PM)
અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો
