સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડલ્લાસ ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી વન વૉઇઝ” ના સૂત્ર સાથે “ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024” યોજાઈ ગઈ. ફેડરેશન ઑફ ગુજરાતી એસોસિએશન દ્વારા ગત 2 થી 4 ઑગસ્ટ દરમિયાન યોજાયેલી આ પરિષદમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિષદ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ આ મુજબ જણાવ્યું કે, અમેરિકામાં 44 કરોડની વસતિમાં વસતા ગુજરાતીઓ ડલાસ ખાતે એકત્રિત થયા હતા. દરમિયાન રાજ્યમાં વધુને વધુ ઉદ્યોગકારો આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું, અમેરિકામાં સેમિ-કંડક્ટર ચિપ બને છે. રાજ્યમાં રોકાણ માટે હવે અમેરિકાથી જમીન સહિતની જરૂરિયાતોની માગS આવશે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:49 એ એમ (AM) | aakshvaninews
અમેરિકાના ડલ્લાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇડેટ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહ્વાન
