અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી. શ્રી ટ્રમ્પે રશિયન પ્રમુખને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અટકાવવા વિનંતી કરી હતી. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે અઢી વર્ષ લાંબા સંઘર્ષને ઉકેલવા માટે મોસ્કો સાથે સઘન ચર્ચા કરવા તપ્તરતા દાખવી હતી..
યુએસ મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો છે કે શ્રી ટ્રમ્પે યુરોપમાં અમેરિકી સૈન્યની નોંધપાત્ર હાજરી અંગે પણ ચર્ચા કરી હતી. યુક્રેન સંઘર્ષના નિરાકરણ માટે અમેરિકા અસરકારક કામગીરી કરવા પણ આતુર હોવાનો પણ શ્રી ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો. અગાઉ બુધવારે તેમણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સુરક્ષિત કરવા અમેરિકાના નવા વહીવટીતંત્ર સાથે સહયોગ કરવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Site Admin | નવેમ્બર 11, 2024 2:18 પી એમ(PM)