અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતે પુરૂષ અને મહિલા વર્ગમાં 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા છે. ભારતીય ટુકડીમાં 9 પુરૂષ અને 10 મહિલા સહિત 19 મુક્કેબાજોનો સમાવેશ થાય છે, જેમાંથી 12 ફાઇનલમાં પહોંચ્યા છે.
હેમંત સાંગવાન ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતનાર એકમાત્ર પુરુષ મુક્કેબાજ છે, જ્યારે મહિલાઓમાં ક્રિશા વર્મા, પાર્થવી ગ્રેવાલ અને વંશિકા ગોસ્વામીએ સુવર્ણ ચંદ્રક જીતી લીધા છે. ઉલ્લેખનીય છે કે 2028માં લોસ એન્જલસ રમાનાર ઓલિમ્પિકમાં આ રમતનો સમાવેશ થવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 4, 2024 2:47 પી એમ(PM)