અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું છે.
તેઓ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ડેમોક્રેટિક પાર્ટીના ચાર દિવસના રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે લોકોને સંબોધતી વખતે સુશ્રી હેરિસે આ વાતની પુષ્ટિ કરી હતી.
સુશ્રી હેરિસે તેમના ભાષણમાં પ્રતિજ્ઞા લીધી કે તેઓ અમેરિકન લોકોને એક કરવા અને દેશના ભાવિ માટે લડવાનો પ્રયત્ન કરશે. ભારતીય મૂળના સુશ્રી હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર બન્યા તે પહેલાં રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. જો તેઓ જીતશે તો અમેરિકાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:37 પી એમ(PM) | #Akashvani AkashvaniNews
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું
