અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઇજા થઈ છે, હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. હજારો લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઘટનાને કારણે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇટલીની વિદેશ યાત્રા રદ કરી દીધી છે.
આ આગે અનેક વિસ્તારોને પોતાની લપેટમાં લીધા છે, જેમાં આલિશાન પેસિફિક પેલિસેડ્સમાં પ્રસિદ્ધ હસ્તીઓનાં નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. ગઇ કાલ સુધી પેસિફિક પેલિસેડ્સ, આલ્તાડેના અને લોસ એન્જલસના અન્ય સ્થળોએ ત્રણ મોટી આગ લાગી હતી. અગ્નિશમન વિભાગના કર્મચારીઓએ ભારે પવનમા લાગેલી આગને ઓલવવા ભારે સંઘર્ષ કર્યો હતો. હજારો નિવાસીઓ આગથી બચવા ઘરની બહાર ચાલ્યા ગયા છે. આગમાં એક હજારથી વધુ ગાડીઓ નાશ પામી છે.
જંગલમાં લાગેલી આ આગનું મુખ્ય કારણ વધતું તાપમાન અને ઓછો વરસાદ છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 2:52 પી એમ(PM) | કેલિફોર્નિયા