અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા.
અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ છે. તે અંતર્ગત ભારતમાંથી
ગેરકાયદે ગયેલા લોકો પૈકી 104 ભારતીયોને અમેરિકાની વાયુસેનાનું વિશિષ્ટ વિમાન ગઈકાલે સૌપ્રથમ પંજાબના અમૃતસર પહોંચ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM) | #USPresident | Akashvani | akashvaninews | America | Donald Trump | Gujarat | India | news | newsupdate | topnews | અમદાવાદ | અમેરિકા | ગાંધીનગર | ગુજરાત | ડોનાલ્ડ ટ્રમ્પ | ભારત
અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે
