અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા
નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
દરમિયાન, અમેરિકામાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર નિવેદન આપતાં ડૉક્ટર જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ દેશનાં લોકો બીજાં દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સર્વસ્વીકૃત સિધ્ધાંત પણ છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:34 પી એમ(PM) | અમેરિકા
અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે
