અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં સુધારા માટે ટેક્સ્ટ-આધારિત વાટાઘાટોને પણ અમેરિકાએ સમર્થન આપ્યું છે. કેટલાક દેશો વચ્ચે મતભેદને કારણે ચર્ચા અટકી ગઈ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે યુ.એસ. જનરલ એસેમ્બલીના મત માટેના ઠરાવનો મુસદ્દો તૈયાર કરવા, તેને સુધારવા માટે અને યુએન ચાર્ટરમાં સંભવિત સુધારો કરવા માટે અન્ય રાષ્ટ્રો સાથે કામ કરવા તૈયાર છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 2:38 પી એમ(PM) | અમેરિકા