ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 6, 2024 2:37 પી એમ(PM) | અમેરિકા

printer

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી

અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને 3.9 અબજ ડોલર એટલે કે 300 કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી છે. આ સહાય અંગે યુક્રેનના નાણા પ્રધાન સેર્ગીમાર્ચેન્કોએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ યુક્રેનની સરકારને દેવાના બોજમાં વધારો કર્યા વિના સામાજિક અને માનવતાવાદી ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે.
આ ભંડોળ શિક્ષકો, બચાવકર્તાઓ અને જાહેર કર્મચારીઓ માટે વેતનના નાણાં માટે અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ, ઓછી આવક ધરાવતા પરિવારો અને વિકલાંગ લોકોને સહાય ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ફેબ્રુઆરી 2022 થી, યુક્રેનને તેના બજેટને ટેકો આપવા માટે અમેરિકન સરકાર તરફથી 27 અબજ ડોલરની સહાય આપવામાં આવી છે. આ વર્ષે, યુક્રેનને વોશિંગ્ટન તરફથી કુલ 7.8 બિલિયન ડોલર બજેટ સહાય મળવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ