અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે.અન્ય 2 કંપનીઓમાં ઇન્ડિયન રેર અર્થ્સ અને ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર સામેલ છે.અમેરિકાની ઉદ્યોગ અને સલામતી કચેરીએ જણાવ્યું કે, શીતયુદ્ધ દરમિયાન લગાવાયેલો આ પ્રતિબંધ અમેરિકાની વિદેશ નીતિ લક્ષ્યાંકોને અનુરૂપ હટાવવામાં આવ્યો છે.આ નિર્ણયથી પરસ્પર ઊર્જા સલામતી જરૂરિયાતોમાં સહકાર વધશે. તેમ જ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં સંયુક્ત પ્રયાસને પ્રોત્સાહન મળશે.અમેરિકાએ જણાવ્યું કે, અત્યારના વર્ષોમાં ભારત અને અમેરિકાએ શાંતિપૂર્ણ પરમાણુ સહકાર અને સંબંધિત સંશોધન પ્રવૃત્તિઓમાં સહકાર વધાર્યો છે.આનાથી વૈશ્વિક સ્તરે ભાગીદાર દેશને પણ લાભ થયો છે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 2:39 પી એમ(PM) | ત્રણ ભારતીય સંસ્થાઓ