અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ગઈ કાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ઘણાં લોકો આ પગલાંની દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા અને અમેરિકન લોકોને અમેરિકાનાં ઇતિહાસનાં ત્રણ મોટાં હત્યા કેસ અંગે જાણવાનો સમય પાકી ગયો છે. આ હૂકમમાં ટોચનાં વહીવટી અધિકારીઓને 15 દિવસમાં આ દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાની યોજના રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તત્કાલીન રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા 1963માં ડલ્લાસમાં થઈ હતી. જ્યારે 1968માં તેમના ભાઇ રોબર્ટ એફ કેનેડી તથા અમેરિકાના પ્રસિધ્ધ નાગરિક અધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા થઈ હતી.
Site Admin | જાન્યુઆરી 24, 2025 2:07 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા
