યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની ટીકા કરતા ચેતવણી આપી કે,
જો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. તેમણે ધમકી આપી કે, જો કોઈ બ્રિક્સ દેશ આ યોજના સાથે આગળ વધશે તો તેના પર 100% ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પરની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા પછી આ ટિપ્પણીઓ કરી હતી.
આ સમજૂતિમાં અધિકારીઓને અન્ય દેશો દ્વારા અમેરિકાની ચીજોપર લાદવામાં આવેલા ટેરિફની સામે એટલાં જ પ્રમાણમાં ટેરિફનો પ્રસ્તાવ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રી ટમ્પે દાવો કર્યો કે, બ્રિક્સનાં મોટાં ભાગનાં દેશો સમાન ચલણ પર વિચાર નથી કરવા માંગતા. બ્રિક્સનાં સ્થાપક સભ્ય ભારતે પણ સમાન ચલણનાં વિચારને ફગાવી દીધો છે.
BRICSમાં મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો, જેમાં તાજેતરનાં વર્ષોમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને UAE નો ઉમેરો કરવામાં આવ્યો છે. અલ્જિરીયા, નાઇજીરીયા અને તુર્કી જેવા દેશો બ્રિક્સનાં ભાગીદાર દેશનો દરજ્જો ધરાવે છે. કદ અને પ્રભાવ હોવા છતાં, BRICS મુક્ત વેપાર જૂથ નથી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:26 પી એમ(PM) | બ્રિક્સ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે, જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે
