અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે, જે આગામી મહિનાની 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉનાળુ આવૃત્તિ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે પ્રથમ વખત ખેલાડીઓને અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત શાળાઓ અને યુનિવર્સિટીઓના શિક્ષકોને પણ ફૂલોનું અવલોકન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકો સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બગીચાની મુલાકાત લઈ શકશે. જો કે બગીચામાં સાંજે 5 વાગ્યા સુધી જ પ્રવેશ કરી શકાશે. બગીચામાં પ્રવેશ નિઃશુલ્ક છે. બગીચાની મુલાકાત લેવાની ટિકિટ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી બુક કરી શકાય છે અને મુલાકાતીઓની સુવિધા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી નિઃશુલ્ક શટલ બસ સેવા ઉપલબ્ધ રહેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:11 પી એમ(PM) | અમૃત ઉદ્યાન