‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ’ વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો. ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદ સ્થિત ‘બંસી ગૌશાળા’ ખાતે આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ અન્ય કુદરતી સંસાધનોના ઉપયોગ પર ભાર મૂકાઇ રહ્યો છે.. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહ્યું છે.