અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૭૫૦ દૂધ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે અને માર્ચ ૨૦૨૫ સુધીમાં સંઘની તમામ દૂઘ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. અમૂલ ડેરીના ૭૮મા સ્થાપના દિવસ અને સરદાર પટેલની ૧૪૯મી જન્મજ્યંતિની ઉજવણી નિમિતે કણજરી અને કાપડીવાવ ખાતે સ્થાપિત સોલર પ્લાન્ટનું અને અમૂલ ટોટલ મિક્સ રાશન-TMR પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
એનડીડીબીના ચેરમેન ડોક્ટર મીનેશ શાહે જણાવ્યું કે, ઓડ ખાતે આવતા વર્ષ સુધીમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૨,૦૦૦થી વધુ દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 31, 2024 3:42 પી એમ(PM) | અમૂલ ડેરી
અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૭૫૦ દૂધ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે
