ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | Mahesana | narendramodi | news | newsupdate | PM Modi | topnews | vadnagar | અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | ગાંધીનગર | ગુજરાત | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભારત | ભૂપેન્દ્ર પટેલ | મહેસાણા | મુખ્યમંત્રી | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | વડનગર