અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ખારેક, ડ્રેગન ફ્રુટ અને અંજીર જેવા નવા પાકની ખેતી પણ કરી રહ્યા છે.
એક વર્ષ અગાઉ અમરેલી જિલ્લામાં 58 હજાર હેકટરમાં બાગાયતી પાક થયો હતો, જે વધીને હવે 66 હજાર હેક્ટર થયો છે. અહીંના ખેડૂતોએ ડ્રેગન ફ્રુટ વાવેતરનો નવીન અભિગમ અપનાવ્યો છે, તો ટીસ્યુ કલ્ચર ખારેકનું પણ વાવેતર કર્યુ છે.
જો કે જિલ્લામાં સૌથી વધુ કેરીનો પાક લેવાય છે. આ ઉપરાંત લીંબુ, દાડમ, પપૈયા, બોર અને જામફળની પણ ખેતી થાય છે. હાલમા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા પણ હોવાથી ખેડૂતો ડુંગળી, લસણ અને અન્ય મરી મસાલાના પાકનું પ્રોસેસિંગ કરીને નિકાસ પણ કરી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:21 એ એમ (AM) | અમરેલી
અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ખારેક, ડ્રેગન ફ્રુટ અને અંજીર જેવા નવા પાકની ખેતી પણ કરી રહ્યા છે.
