અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા મૌલિક કોટડિયાએ આ ખેતી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલ દ્વારા જમીન ચકાસણી, અળસિયાનું ખાતર, ગાર્ડન કિચન, મધ, કાચરી ગાય, ગોબર ની તમામ સિસ્ટમ, ગો મૂત્ર અંગે તમામ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ખેડૂત સારું ઉત્પાદન લઇ શકે અને હોસ્પિટલ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર જમીન માં સુધારો કરીને ખેડૂતો સારુ આર્થિક ઉપાર્જન મેળવી શકે તેવો ખેતી હોસ્પિટલનો આશય હોવાનું મૌલિક કોટડાયએ જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM) | અમરેલી
અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
