અમરનાથ યાત્રામાં છેલ્લા 35 દિવસ દરમિયાન 4 લાખ 85 હજારથી
વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. આજે 991 મુસાફરોનું એક નાનું જૂથ
દર્શન માટે રવાના થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમરનાથ યાત્રામાં
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 29 જૂનથી શરૂ થયેલી
અમરનાથ યાત્રા 52 દિવસ બાદ 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના
તહેવાર સાથે સમાપ્ત થશે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 2:48 પી એમ(PM)