આદિવાસી સમાજના ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે ૧૫ થી ૧૯ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વન ઔષધીય વેચાણ અને પ્રદર્શન મેળો યોજાશે. આ મેળામાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લાના હસ્ત કલાકારો તેમની ભાતીગળ હસ્તકલા-કૃતિઓને પ્રદર્શિત કરશે.
ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરને દેશભરમાં જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આ મેળો યોજાશે.
નાગરિકો આ મેળાની બપોરે ૨ થી રાત્રિના ૧૦ કલાક સુધી મુલાકાત લઇ શકશે. ઉપરાંત દરરોજ રાત્રે સાડા આઠ થી સાડા નવ વાગ્યે પ્રસિદ્ધ આદિવાસી નૃત્ય કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
Site Admin | નવેમ્બર 12, 2024 3:30 પી એમ(PM)