અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને અને બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-Fiની સુવિધા પૂરી પાડશે.બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા મુસાફરો Wi-Fi કૂપન ડિસ્પેન્સર પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરી નિયમો અને શરતોને સ્વીકારતા તેમાં Wi-Fi વાઉચર કોડ જનરેટ કરી શકશે. Wi-Fi કૂપન ડિસ્પેન્સિંગ કિઓસ્કમાંથી પ્રાપ્ત કોડ દાખલ કરી મુસાફરો ‘AMD_FreeWiFi’ નામના Wi-Fi સાથે કનેક્ટ થઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પર 120 મિનિટ ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:18 પી એમ(PM)