અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ વિદ્યાર્થી અક્ષિત કુમાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો છે. આ સિદ્ધી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
આ સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિશ્વભરની 737 કોલેજ અને જાણીતી યુનિવર્સિટીઓમાંથી 2 હજાર 683 એન્ટ્રીઓ મળી હતી. જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં અમદાવાદની NIDમાં એનિમેશન એન્ડ ફિલ્મ ડિઝાઈનના સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અક્ષિત કુમારનો સમાવેશ થયો છે. આ કોમ્પિટિશનમાં અક્ષિતે “અલ્ટરનેટિવ- એક્સપેરિમેન્ટલ” શ્રેણી હેઠળ પ્રથમ ત્રણમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી 14 ઓક્ટોબરના રોજ લંડન ખાતે યોજાનાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં અક્ષિતની ફિલ્મ રજૂ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:24 પી એમ(PM)