અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 175મું અંગદાન થયું છે. છેલ્લા 11 મહિનામાં થયેલ આ 36 અંગદાન છે. અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણને બ્લડ પ્રેસરને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું હતું. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. તેમના અંગદાનથી એક લીવર તેમજ 2 કિડનીનું દાન મળતા 3 લોકોને નવજીવન મળશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે. જેના થકી 550 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 316 કિડની, 152 લીવર,52 હ્રદય, 30 ફેફસા, 10 સ્વાદુપિંડ,બે નાના આંતરડા, 6 હાથ, પાંચસ્કીન અને 116 આંખોનું દાન મળ્યું છે
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:26 પી એમ(PM)
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 175મું અંગદાન થયું છે
