ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 7:05 પી એમ(PM) | આરોગ્ય મંત્રી

printer

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ બનશે. શ્રી પટેલે ઉમેર્યું ઓલ્ડ ટ્રોમા સેંટર સહિતના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા ૯૦૦ બેડની જનરલ હોસ્પિટલમાં ૩૦૦ બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ બે હજાર અઢાર બેડની હોસ્પિટલ નિર્માણ પામશે.
શ્રી પટેલે ઉમેર્યું કે અંદાજીત દસ માળની નિર્માણાધીન આ હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને એક હજાર ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટર તથા 115 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ