અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે ૧૭૭મું અંગદાન થયું હતું. દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડને વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતુંકે,મૃતકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર વ્યક્તિને નવજીવન મળશે.આ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭૬ અંગોનું દાન મળ્યું છે, જેનાં દ્વારા ૫૫૮ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૨૦ કિડની, લીવર-૧૫૪,૫૪ હૃદય ,૩૦ ફેફસા,૧૦ સ્વાદુપિંડ , બે નાનાઆંતરડા, ૬ હાથ, પાંચ સ્કીન અને ૧૧૮ આંખોનું દાન મળ્યું છે
Site Admin | ફેબ્રુવારી 11, 2025 6:25 પી એમ(PM) | સિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૭મું અંગદાન: હ્રદય, લીવરઅને બે કિડનીથી ચાર વ્યક્તિને નવજીવન મળશે
