ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 7:09 પી એમ(PM)

printer

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રીપ્સીથી પથરીની પીડારહિત સારવાર ઉપલબ્ધ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા ૪૭ દિવસમાં ઓપરેશન વિના જ ૧૦૦ જેટલા દર્દીઓની પથરી કાઢવામાં આવી છે. આ સારવાર સંપૂર્ણપણે પીડારહિત છે.
સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડૉ.. શ્રેણીક શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પદ્ધતિથી સારવારમાં કોઈ કાપાની જરૂર નથી. દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ ૧ થી ૨ કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે. સારવાર કરાયેલા 100 દર્દીઓ પૈકી ૨૪ દર્દીઓમાં ૧૦ mm (મિલીમીટર) સાઇઝની, બાવન દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૦ થી ૧૫ mm તેમજ ૧૬ દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૫ mm કરતાં પણ વધારે હતી. કુલ ૧૦૦ દર્દીઓમાંથી ૩૯ દર્દીઓમાં પથરી કીડનીમાં હતી.
લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ રૂપિયા ૧૦ થી ૧૫ હજાર થાય છે. જે સિવિલ હોસ્પિટલમાં ખુબ જ નજીવા દરે અને આયુષ્માનકાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. આ સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમા સંપર્ક કરવાનો રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ