અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની 24 વર્ષીય જીનલ બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યુ કે, જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવર, આંખો અને ચામડીનું જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, જેનાંથી ત્રણથી ચાર લોકોની જિંદગી બચાવી શકાશે.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતાઓ થકી કુલ ૫૨૦ અંગો તેમજ પાંચ ચામડીનું દાન મળેલ છે. આ રીતે કુલ ૫૦૪ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:41 એ એમ (AM) | સિવિલ હોસ્પિટલ