અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે.
અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શ્રી જોશીના નિવેદનને ટાંકીને જણાવે છે કે આ એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે. તેમાં તમામ સુવિધાઓ, અત્યાધુનિક ટેક્નોલોજીવાળા મશીનો ધરાવતી ઓપીડી હશે અને તબીબોને તેમના કાર્ય માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM) | સિવિલ હોસ્પિટલ